coreima

Best Gujarati Books

Books

Download and Read Aksharnaad Gujarati e-books for free from here! અક્ષરનાદ પરથી સોળ લાખ અને ન્યૂઝહન્ટ પર ચાર લાખથી વધુ ડાઊનલોડ સંખ્યા, હજારથી વધુ પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે.

Gujarati Books Online

Buy

Free Gujarati Books Download

સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ આંકડા સાચે જ આનંદ આપનારા છે. નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ પચાસ હજારથી એક લાખ જેવા પ્રતિ પુસ્તક માતબર ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે.